કેળવણીકાર

પ્રફુલ પટેલના પરિવાર દ્વારા ભંડારા-ગોંદિયા જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરીને મોટાપાયે સમાજસેવા કરવામાં આવી રહી છે. જે જિલ્લામાં એક સમયે માત્ર એક જ સ્કૂલ હતી ત્યારે તેમના પિતાએ એક જ દિવસમાં 22 શાળાઓ શરૂ કરી હતી. પ્રફુલ પટેલ હંમેશાં તેમના પિતાના પગલે ચાલ્યા છે અને પિતાએ આપેલી એ શીખ કદી ભૂલ્યા નથી કે, “તારી પ્રથમ પ્રતિબદ્ધતા સમાજ પ્રત્યેની છે અને સમાજનો વિકાસ એ તારી પ્રથમ ફરજ છે.” પટેલ પરિવાર ગોંદિયા એજ્યુકેશન સોસાયટી ઉપરાંત બીજા કેટલાક શૈક્ષણિક તેમજ ચેરિટેબલ ટ્રસ્ટનું સંચાલન કરે છે. ગોંદિયા એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, કાયદો, ફાર્મસી, ઈન્ફર્મેશન ટેકનોલોજી, કમ્પ્યૂટર સાયન્સ વગેરે વિદ્યાશાખાઓમાં 1,10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણના મહત્ત્વને મક્કમતાપૂર્વક માનતો પટેલ પરિવારે ગોંદિયા એજ્યુકેશન સોસાયટી ઉપરાંત ગુજરાતમાં નડિયાદ એજ્યુકેશન સોસાયટીની પણ સ્થાપના કરી છે, જ્યાં તમામ વ્યવસાયી અને ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમ ચાલે છે.